મોરબીની કલ્યાણગ્રામ પ્રા.શાળામાં કૃષ્ણ જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી
મોરબી જિલ્લાના ના મોરબી તાલુકાની કલ્યાણ ગ્રામ પ્રાથમિક શાળામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. સાતમ આઠમ ની રજાઓ પડતા પહેલા બાળકોમાં કૃષ્ણ જન્માષ્ટમી ના આનંદમાં બમણો વધારો કરવા માટે શાળા પરિવાર દ્વારા શાળામાં જ મટકી ફોડ નો કાર્યક્રમ તેમજ ડાંડિયારાસ નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ વેશભૂષા ધારણ કરી અને મટકી ફોડ નો કાર્યક્રમ કર્યો જેમાં બાળકો ઉલ્લાસ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો.







No comments:
Post a Comment