ટંકારાના શિક્ષિકાની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી
ટંકારા : ટંકારાની લખધીરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં જીવતીબેનની મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. મોરબી ખાતે આગામી શિક્ષકદિન નિમિત્તે મહાનુભાવોના વરદ હસ્તે તેઓને સન્માનિત કરવામાં આવશે.
જીવતીબેનની શાળાના વિદ્યાર્થી કલા મહાકુંભ હોય કે વક્તવ્ય, બાળકવિ સ્પર્ધા, ચિત્ર, ગાયન, વાર્તા નિર્માણ વિદ્યાર્થીઓ અવ્વલ જ હોય સાથે સાથે બાહ્ય પરીક્ષાઓમાં પણ લખધીરગઢ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ અવ્વલ હોય જ. આવી ઝળહળતી સિદ્ધિ પાછળ હકારાત્મક અભિગમથી અપાયેલ માર્ગદર્શન! જીવતીબેનથી નકારાત્મકતા કોષો દૂર છે એ એમની સૌથી મોટી ઉપલબ્ધિ ગણી શકાય.એમની શિક્ષણ પદ્ધતિ પણ ખરેખર પ્રશંસનીય છે. એમની શિક્ષણ આપવાની રીત અનોખી છે. રમતાં રમતાં બાળક પોતાને ક્ષમતા સિદ્ધ કરી લે છે. ‘ભાર વગરનું ભણતર’ એમનાં વર્ગમાં સાચે જ સિદ્ધ થાય છે.રમતાં રમતાં બાળક કેમ શીખે તે એમની youtube ચેનલ પર જોઈ શકાય છે.
શિક્ષણ, સાહિત્ય કે સામાજિક ક્ષેત્ર તેઓશ્રી 100 % લગાવી કર્મ કરતાં રહે છે. એમની ઉદાત્ત કામગીરીની કદરરૂપે ઘણાં માન અકરામ મળેલ છે. તેઓને પ્રતિભાશાળી પ્રમાણપત્ર, તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, નારી ગરિમા એવોર્ડ, માતૃશક્તિ સન્માન, લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઘણા શિલ્ડ, સન્માન પત્ર, લખધીરગઢ ગ્રામપંચાયત અને શાળા તરફથી પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર, સામાજિક કાર્ય બદલ સમાજ તરફથી સન્માન પત્ર મળ્યું છે.





No comments:
Post a Comment