Thursday, 5 September 2024

કલ્યાણગ્રામ પ્રા.શાળામાં શિક્ષક દિવસની ઉજવણી

કલ્યાણગ્રામ પ્રા.શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

    મોરબી જિલ્લાના મોરબી તાલુકાની કલ્યાણગ્રામ પ્રા. શાળામાં 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી. સમગ્ર દેશમાં 5 સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. 
  5 સપ્ટેમ્બર આપણા ભૂતપૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ તેમજ શિક્ષક એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ નો જન્મદિવસ છે. જે સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.
  શિક્ષક દિન ઉજવણી માટે કલ્યાણગ્રામ પ્રા.શાળાના શાળા પરિવાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક બન્યા . બાળકો દ્વારા ટાઈમ ટેબલ મુજબ પ્રાથૅના સભા થી લઈને સમગ્ર દિવસનું અભ્યાસ કાર્યનું સફળ આયોજન અને સંચાલન કરવામાં આવ્યું..
   શાળા પરિવાર દ્વારા શિક્ષક દિન નિમિત્તે ભાગ લીધેલ બાળકોને નાસ્તો અને પ્રોત્સાહક ઇનામ આપી તેમની કામગીરીને બિરદાવી જેથી અન્ય બાળકો સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત થાય.







No comments:

Post a Comment